અંબાજી મંદિરના ચાચરચોકમાં યોગ

21 જૂનને આંતરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સમગ્ર દેશમાં અનેક મોટા કાર્યક્રમો યોજાઇ રહ્યા છે, ત્યારે ગુજરાતના યાત્રાધામ અંબાજી મંદિરનાં ચાચરચોક તથા કોલેજ કેમ્પસમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે યોગાસન કરવામાં આવ્યા, જેમાં હજારોની સંખ્યામાં ગ્રામજનો શાળાનાં વિદ્યાર્થીઓ પોલીસકર્મીઓ, ડૉક્ટર સહિત રાજકીય પક્ષનાં કાર્યકર્તાઓ આ યોગ દિવસની ઉજવણીમાં જોડાઇને યોગાસન કરી પોતાના સ્વાસ્થ્યને સુધારવાનાં પ્રયત્નો કર્યા હતા. યોગ તજજ્ઞો દ્વારા તમામ યોગીઓ ને યોગ બાબતે માર્ગદર્શન આપી યોગને પોતાના જીવનમાં ઉતારવાં માટે અપીલ કરી હતી. જોકે એક પારંપરીકને સતયુગથી ચાલી આવતી પ્રક્રિયા છે. પણ ભારત દેશમાં છેલ્લા 4 વર્ષમાં કેન્દ્રમાં મોદી સરકારે દેશભરમાં નાનામોટા સૌને યોગનાં પાઠ ભણાવી દીધા છે, ને ફરી એકવાર યોગ પ્રક્રિયાને સજીવન કરી દેશ નહીં પણ દુનિયાને યોગની સાધના કરતાં કરી દીધુ છે.  યાત્રાધામ અંબાજી મંદિરનાં ચાચરચોકમાં યાત્રીકો સહિત બાળકો, સંતો , ડોક્ટરો અને પોલીસ કર્મચારીઓએ પણ યોગ કરી પોતે સ્વસ્થ બની દેશને સ્વસ્થ રાખવાનાં સંકલ્પ લીધા હતા. (અહેવાલ અને તસ્વીર- ચિરાગ અગ્રવાલ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]