વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયઝ યુનિયન અમદાવાદ મંડળ દ્વારા કારોબારી પરિષદની વાર્ષિક બેઠક પાલનપુરમાં યોજાઈ હતી. આ બેઠકમાં યુનિયનના મહામંત્રી જે. આર. ભોંસલે, અધ્યક્ષ આર.સી. શર્મા, મંડળ અધ્યક્ષ દિનેશ પંચાલ, મંડળ મંત્રી એચ. એસ. પાલ, મંડળના પદાધિકારીઓ, શાખા પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં સભ્યો, રેલવે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં મંડળ મંત્રીએ પુરા વર્ષની અમદાવાદ મંડળમાં યુનિયન દ્વારા કરાયેલ કાર્યોનો અહેવાલ રજૂ કર્યો હતો. પાલે કહ્યું હતું કે રેલવે યુનિયન તમામને સાથે લઈને ચાલે છે, અને કર્મચારીઓમાં એકતા રાખવા અપીલ કરી હતી. આ બેઠક પહેલા શેલ્બી હોસ્પિટલના સૌજન્યથી આરોગ્ય પરિક્ષણ શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં રેલવેના કર્મચારીઓએ પરિવાર સાથે પોતાના શરીરના આરોગ્યની ચકાસણી કરાવી હતી.
WREUની અમદાવાદ મંડળની કારોબારી બેઠક મળી
તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]