પાણીનો વેડફાટ

અમદાવાદઃ ગુજરાતના મોટા ભાગના શહેરોના લોકો ગરમીથી તોબા પોકારી ગયા છે, બીજી તરફ કેટલાક વિસ્તારો પાણી માટે વલખાં મારે છે. આવા સમયે પાણી નો વેડફાટ થાય તો અવશ્ય હ્રદય કકળી ઉઠે. અમદાવાદ શહેરના ન્યુ આર.સી.ટેકનિકલ રોડ, અવધપૂરી બસ સ્ટેન્ડ પાસે પાણીની લાઇનમાં ભંગાણથી હજારો લિટર પાણી વહી ગયું.
કેટલાય દિવસોથી આ માર્ગ પર કામગીરી ચાલે છે. વહેલી સવારે લાઈનમાં ભંગાણથી બસ સ્ટેન્ડની આજુબાજુ એક તળાવ સર્જાયું હતું. (અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ)
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]