મુંબઈમાં મકાનની દીવાલ તૂટી પડી…

મુંબઈના મધ્ય ભાગમાં આવેલા વડાલા ઉપનગરના એન્ટોપ હિલ વિસ્તારમાં 25 જૂન, સોમવારે વહેલી સવારે લગભગ 4 વાગ્યાના સુમારે ભારે વરસાદને કારણે બાંધકામ હેઠળના બહુમાળી ‘દોસ્તી એપાર્ટમેન્ટ’ની સાઈડ વોલ તૂટી પડતાં બાજુના લોઈડ્સ એસ્ટેટ રહેણાક ટાવરની અંદરનો પાર્કિંગ લોટ ધસી પડ્યો હતો પરિણામે ત્યાં પાર્ક કરેલી અનેક મોટરકાર કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. આ ઘટનાને પગલે સાવચેતીના પગલા તરીકે આખું લોઈડ એસ્ટેટ મકાન ખાલી કરાવાયું હતું. સવારે મોટો ધબાકો સંભળાતા લોકો સફાળા જાગી ઉઠ્યા હતા અને જોયું તો એમના ટાવરનો પાર્કિંગ લોટ નીચે બેસી ગયો હતો. સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. મુંબઈ મહાનગરપાલિકાન વરિષ્ઠ અધિકારીઓ અને સ્ટ્રક્ચરલ એન્જિનીયરો તત્કાળ ત્યાં પહોંચી ગયા હતા અને ઈન્સ્પેક્શન શરૂ કર્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]