વાયબ્રન્ટ ગુજરાત: હૈદરાબાદમાં યોજાયો રોડ-શો…

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ–૨૦૧૯ની નવમી આવૃત્તિ આગામી મહિનામાં ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાશે. જે અંતર્ગત હૈદરાબાદ સ્થિત આઈટીસી કટાટીયા હોટલમાં ગુજરાતના ઊર્જાપ્રધાન સૌરભ પટેલની ઉપસ્થિતિમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ રોડ-શો યોજાયો હતો. આ રોડ-શોમાં પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગ સહિત વિવિધ ક્ષેત્રોમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટેની હકારાત્મક નીતિઓ મહત્વરૂપ છે.