વાવાઝોડા તિતલીએ આંધ્ર પ્રદેશમાં વેર્યો વિનાશ…

ચક્રવાતી વાવાઝોડું ‘તિતલી’ ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, 11 ઓક્ટોબર, ગુરુવારે સવારે 5.30 વાગ્યે ઓડિશાના ગોપાલપુર પર ત્રાટક્યું હતું. ‘તિતલી’ સાથોસાથ પડોશના આંધ્ર પ્રદેશમાં પણ ત્રાટક્યું હતું અને ત્યાં આઠ જણનો ભોગ લીધો છે. ઓડિશામાં કોઈ મરણ નોંધાયું નથી. વાવાઝોડું ત્રાટક્યું ત્યારે પવન પ્રતિ કલાક 140 જેટલી સ્પીડમાં ફૂંકાયો હતો. અનેક સ્થળે ઝાડ અને વીજળીના થાંભલા ઉખડી ગયા છે. આંધ્ર પ્રદેશમાં છ માછીમાર દરિયામાં માછલી પકડવા ગયા હતા, પણ એમણે જાન ગુમાવ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]