અમેરિકાનાં રાજદૂત નિકી હેલીની દર્શનયાત્રા…

ભારતની મુલાકાતે આવેલાં યુનાઈટેડ નેશન્સ ખાતે અમેરિકાનાં રાજદૂત નિકી હેલીએ 28 જૂન, ગુરુવારે નવી દિલ્હીમાં ચાર ધર્મના સ્થળોની મુલાકાતે ગયાં હતાં. તેઓ ચાંદની ચોકનાં ગૌરી શંકર મંદિરે, જામા મસ્જિદમાં, બેપ્ટિસ્ટ ચર્ચમાં અને ગુરુદ્વારા સિસગંજ સાહિબની મુલાકાતે ગયાં હતાં. એમની સાથે અમેરિકાનાં ભારતસ્થિત રાજદૂત કેનેથ જસ્ટર પણ હતા. નિકી હેલીનું આખું નામ નિમ્રતા હેલી (પૂર્વે રંધવા) છે. એ અગાઉ સાઉથ કેરોલીના રાજ્યનાં ગવર્નર હતાં. એમનો જન્મ ભારતીય-અમેરિકન શીખ પરિવારમાં થયો હતો. એમનાં માતા-પિતા અમૃતસરથી અમેરિકામાં સ્થળાંતર કરી આવ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]