યુ.એસ એમ્બેસેડર CM રૂપાણીની મુલાકાતે

યુ.એસ.ના ભારત સ્થિત એમ્બેસેડર યુત કેનેથ આઇ. જસ્ટરએ ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સૌજન્ય મુલાકાત લીધી હતી. આગામી વાયબ્રન્ટ સમિટ-ર૦૧૯ માટે પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાવા યુ.એસ.ને આપેલા નિમંત્રણ અંગે આ સૌજન્ય બેઠકમાં વિચાર-વિમર્શ કર્યો હતો.

આ બેઠકમાં મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, મુખ્યપ્રધાનના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, અગ્ર સચિવ એમ.કે.દાસ તથા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]