ઉર્મિલા માતોંડકરનું કોંગ્રેસ કાર્યાલયમાં સ્વાગત…

બોલીવૂડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરને કોંગ્રેસ પાર્ટીએ મુંબઈ-ઉત્તર લોકસભા બેઠક માટે પોતાનાં ઉમેદવાર તરીકે ઘોષિત કર્યાં છે. કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિએ મુંબઈ-ઉત્તર બેઠકમાંથી ઉર્મિલાને ચૂંટણીમાં ઊભાં રાખવાનો નિર્ણય લીધો છે. ઉર્મિલા સામનો કરશે ભાજપના વર્તમાન સંસદસભ્ય ગોપાલ શેટ્ટીનો. ઉર્મિલા 29 માર્ચ, શુક્રવારે મુંબઈમાં બોરીવલીમાં કોંગ્રેસનાં કાર્યાલયની મુલાકાતે ગયાં હતાં ત્યારે એમનું કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. એ વખતે મુંબઈ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ મિલિંદ દેવરા અને ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ સંજય નિરુપમ પણ ઉપસ્થિત હતા. કાર્યકર્તાઓ અને પત્રકારોને સંબોધિત કરતાં ઉર્મિલાએ કહ્યું કે હું મુંબઈકર છું કે મરાઠી છું એ કાર્ડનો ચૂંટણીમાં જરાય ઉપયોગ નહીં કરું. હું કાર્ય કરીને બતાવીશ, એવી ખાતરી હું લોકોને આપું છું. મારાં લગ્ન અને ધર્મ અંગે વિવાદ ઊભો કરનારાઓ નિમ્ન પ્રકારની મનોવૃત્તિવાળા છે. હું એમને મહત્ત્વ આપતી નથી.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]