ઉર્મિલા માતોંડકરે મુંબઈ-ઉત્તર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી

બોલીવૂડ અભિનેત્રી અને લોકસભાની મુંબઈ-ઉત્તર બેઠક માટે કોંગ્રેસનાં ઉમેદવાર ઉર્મિલા માતોંડકરે 8 એપ્રિલ, સોમવારે મુંબઈના બાન્દ્રા (ઈસ્ટ) સ્થિત જિલ્લા કલેક્ટરના કાર્યાલયમાં જઈને પોતાનું ઉમેદવારીપત્ર સુપરત કર્યું હતું. ઉર્મિલાએ ત્યારબાદ પોતાનો રોડ શો પણ કર્યો હતો. ઉર્મિલાનો સામનો છે ભાજપના ગોપાલ શેટ્ટી સામે, જે 2014ની ચૂંટણીમાં વિજેતા બન્યા હતા. આ મતવિસ્તારમાં આવતા છ વિધાનસભા મતવિસ્તારો છેઃ બોરીવલી, દહિસર, માગાઠાણે, કાંદિવલી (પૂર્વ), ચારકોપ (કાંદિવલી-વેસ્ટ), મલાડ વેસ્ટ.