‘દિલ્હી-કટરા વંદે ભારત એક્સપ્રેસ’ને અમિત શાહે બતાવી લીલી ઝંડી…

કેન્દ્રીય ગૃહ પ્રધાન અને રેલવે પ્રધાન પીયૂષ ગોયલે 3 ઓક્ટોબર, ગુરુવારે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર લીલી ઝંડી બતાવીને દિલ્હી-કટરા વચ્ચે દોડનાર 'વંદે ભારત એક્સપ્રેસ' ટ્રેનની સેવાનો શુભારંભ કરાવ્યો હતો.
આ દેશની બીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન છે જે પ્રવાસીઓને વૈષ્ણો દેવી માતાનાં દર્શન કરાવશે અને સાથોસાથ સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત ટ્રેનમાં વિશ્વસ્તરીય સુવિધાઓનો આનંદ અપાવશે.


આ ટ્રેનમાં વાઈ-ફાઈ મનોરંજન, બાયોવેક્યૂમ ટોયલેટ, સીસીટીવી, GPS આધારિત સૂચના સિસ્ટમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]