વિજય રૂપાણી મહાકાલના દર્શને…

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઉજૈનમાં સુપ્રસિધ્ધ મહાકાલેશ્વર મંદિરમાં ભકિતભાવપૂર્વક પૂજન-અર્ચન કર્યા હતાં.

મુખ્યપ્રધાને આ સાથે જ ઉજૈન નગરમાં આવેલા કાળભૈરવ મંદિર,  હરસિધ્ધિ માતા તેમજ મણિભદ્ર મંદિરના દર્શને પણ ગયા હતા અને શ્રધ્ધાપૂર્વક પૂજા કરી હતી.

તેઓ ભારત માતા મંદિર દર્શને ગયા હતા અને ભાવપૂર્વક આરતી પણ કરી હતી.

વિજય રૂપાણી મધ્યપ્રદેશમાં આગામી ૧૯ મે ના લોકસભાની ચૂંટણીના સાતમા તબક્કાના યોજાનારા મતદાન સંદર્ભમાં ભાજપા ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર અભિયાનમાં મધ્યપ્રદેશના પ્રવાસે આવ્યા હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]