ઉદ્ધવ ઠાકરેએ વસઈમાં ચૂંટણી પ્રચાર કર્યો…

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ 2 એપ્રિલ, મંગળવારે મુંબઈની નજીકના પાલઘર સંસદીય મતવિસ્તારના વસઈ શહેરની મુલાકાત લીધી હતી અને ત્યાં પક્ષના ઉમેદવાર રાજેન્દ્ર ગાવિત માટે લોકસભા ચૂંટણી માટે પ્રચાર કર્યો હતો. ઠાકરેએ વસઈમાં અનેક ઠેકાણે મતદારો સાથે સંવાદ કર્યો હતો અને વસઈ કિલ્લા ખાતે જઈને નરવીર ચિમાજી અપ્પા સ્મારકનાં તેમજ એક શીખ ગુરુદ્વારામાં દર્શન પણ કર્યા હતા.