સિંગાપોરમાં ટ્રમ્પ-કિમનું હેન્ડશેક…

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ-ઉન વચ્ચે 12 જૂન, મંગળવારે સિંગાપોરમાં ઐતિહાસિક શિખર બેઠક યોજાઈ હતી. આ બેઠક સવારે 9 વાગ્યે સેન્ટોસા રિસોર્ટ ટાપુની કપેલા હોટેલ ખાતે યોજાઈ હતી. બંને નેતાએ એક કલાક સુધી વ્યક્તિગત રીતે મંત્રણા કરી હતી. કિમ જોંગ-ઉન ઉત્તર કોરિયાના પહેલા શાસક છે જે અમેરિકાના પ્રમુખને મળ્યા હોય. કોરિયન દ્વીપકલ્પમાં અણુયુદ્ધનું જોખમ ઘટાડવા અને વિશ્વને અણુશસ્ત્ર મુક્ત કરી શાંતિ લાવવાના ઉદ્દેશ્યને કારણે ટ્રમ્પ-કિમ શિખર બેઠક ઐતિહાસિક ગણાવાઈ છે. બેઠક બાદ ટ્રમ્પે કહ્યું કે હતું, કિમ જોંગ ઉન સાથેની મારી મંત્રણા ખૂબ જ સરસ રહી. અમારા દેશ વચ્ચેના ઉત્તમ સંબંધ છે. બેઠક પૂરી થયા બાદ બંને નેતાએ હોટેલની લોબીમાં લટાર મારી હતી. એના પરથી સાબિત થયું હતું કે બંને વચ્ચેની મંત્રણા મૈત્રીપૂર્ણ અને સફળ રહી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]