રાષ્ટ્રપિતા ગાંધીજીને ૭૧મી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ…

ભારતની આઝાદીમાં પ્રમુખ રીતે ભાગ ભજવનાર મોહનદાસ કરમચંદ ગાંધી, જેમને રાષ્ટ્રપિતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને જે મહાત્મા ગાંધી તરીકે પ્રખ્યાત થયા છે એમની ૭૧મી પુણ્યતિથિ નિમિત્તે 30 જાન્યુઆરી, બુધવારે દેશભરમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. નવી દિલ્હીમાં એમના સમાધીસ્થળ રાજઘાટ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી, ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ સહિત અનેક નેતાઓ, મહાનુભાવોએ ગાંધીબાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રાજઘાટ ખાતે સવારે સર્વધર્મ પ્રાર્થના સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.