રોડ કોન્ટ્રાક્ટરની પોલંપોલ ખુલ્લી પડી

અમદાવાદઃ વસ્ત્રાલ વિસ્તારમાં અબજ પેરેડાઈઝ થી માધવ હોમ્સ સુધીના માર્ગ પર મુખ્ય રોડની બન્ને બાજુ રોડ બની રહ્યો છે, આ રોડ બનાવવામાં થઈ રહેલી પોલંપોલ બહાર આવી છે.  કોન્ટારકટરના મજુરો જે સી બી થી ખાડા ખોદી ને તરત જ કોઈ જાતના મેટલ પાથર્યા વગર તેમજ ગીઁટ કે હોટમિકસનો માલ પાથર્યા વગર જ તેમજ રોલર ફેરવીને સમથડ કર્યા વગર કે પછી ડામર છાંટ્યા વગર જ તેની પર માલ પાથરી દેતા હતા અને આમ ખુલ્લેઆમ ગેરરીતી આચરવામાં આવી રહી હતી. આ અંગે સ્થાનીકોએ વિરોધ કર્યો અને સાથે જ કોર્પોરેશનના અધીકારીઓને જાણ કરાતા તાત્કાલીક કોર્પોરેશનના અધીકારીઓ તે સ્થળ પર દોડી આવ્યા હતા. અધીકારીઓએ આવીને જાતે જ તપાસ કરતા કોન્ટ્રાક્ટર દ્વારા આચરવામાં આવી રહેલી ગેરરીતીનો પર્દાફાશ થયો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહેલી ગેરરીતીને લઈને હાલ અધીકારીઓએ તાત્કાલીક ધોરણે કામ અટકાવી દીધું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]