કેવડીયાઃ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ નર્મદાના કેવડીયા સાધુ બેટ ખાતે નિર્મિત સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાષ્ટ્રાર્પણની સલૂણી સંધ્યાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા પર અદભુત રંગારંગ લેસર-શૉ નિહાળ્યો હતો. આ પ્રસંગે મીડિયાકર્મીઓને સંબોધન કરતા મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, અદ્યતન ટેકનોલોજી આ દ્વારા શૉનું નિર્માણ થયું છે. સાથે મ્યુઝીયમ, ગેલેરી, ટેન્ટ સીટી ઉપરાંત ભવિષ્યમાં બોટીગ, રોપ-વે જેવી અનેક સુવિધાઓ સાથે પ્રવાસીઓ રાત્રે લેસર-શૉ માણી શકશે. સરદાર સાહેબનું જીવન ચરિત્ર, સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટેકનીકલી વિગતો, એક ભારત શ્રેષ્ઠ ભારતની ગીતો સાથેના દરરોજ બે લેસર-શૉનો અદભૂત નજારો પ્રવાસીઓને માણવા મળશે.