શ્રીનગરમાં હિમવર્ષા, જમ્મુ સાથેનો હાઈવે બંધ…

શ્રીનગરમાં 13 ડિસેંબર, શુક્રવારે ભારે હિમવર્ષાને કારણે ઠેરઠેર બરફના ઢગલા થયા છે. દાલ સરોવર પાસે આવેલા એક ફૂટબ્રિજ ઉપર પણ બરફ છવાઈ ગયો હતો. નવેસરથી હિમવર્ષા થતાં શ્રીનગર-જમ્મુ હાઈવે બંધ થઈ ગયો છે. સતત સાતમા દિવસે ઘણી ફ્લાઈટ્સ રદ કરવી પડી છે.