રથયાત્રા પૂર્વે રાજ્યના મુખ્યપ્રધાન જગન્નાથજીના શરણે, આરતી…

અમદાવાદઃ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ અમદાવાદમાં પરંપરાગત રીતે યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રાની પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું અને ભક્તિભાવપૂર્વક ભગવાન જગન્નાથજીની આરતી કરી હતી.

મુખ્યપ્રધાને જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાં અનેક સ્થળોએ આનંદ-ઉલ્લાસના માહોલમાં રથયાત્રા નીકળે છે અને ભગવાન સામે ચાલીને ભક્તોના હાલચાલ પૂછવા નગરચર્યાએ નીકળે છે.

તેમણે ભગવાન જગન્નાથજીની કૃપા ગુજરાત પર વરસતી રહે અને ગુજરાત વિકાસની હરણફાળ ભરે તેવી પ્રાર્થના કરી છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]