અમદાવાદીઓએ માણ્યું થાઈ વાનગીઓનું વૈવિધ્ય

તમને સૌથી વધુ ગમતું હોય તેવું ભોજન તૈયાર કરવાનું શિખવાથી બહેતર બીજુ શું હોઈ શકે ? અમદાવાદના  ભોજન રસિકોને આજે કંઈક આવી જ તક પ્રાપ્ત થઈ હતી. કોકોનટ મિલ્ક, ફ્રેશ હર્બઝ અને મસાલાની સુગંધ, સીઝલીંગ વેજીટેબલ્સની સુગંધ મોમો કાફે ખાતે આકર્ષી રહી હતી.

કોર્ટયાર્ડ બાય મેરિયોટ્ અમદાવાદ દ્વારા આયોજીત વર્કશોપમાં બેંગકોકના શેફ પ્રિયા જીત્રીમેઠે ધમધમાટ ધરાવતી સામગ્રીની સમતુલા કઈ રીતે જાળવવી તે શિખવ્યું હતું અને અદ્દભૂત ફ્લેવર્સના રહસ્યો પણ સમજાવ્યા હતા.

વર્કશોપમાં સામેલ થનાર લોકોએ કેટલીક અધિકૃત અને મોંમા પાણી આવે તેવી વાનગીઓ તૈયાર કરી હતી.

કોર્ટયાર્ડ બાય મેરિયોટ્ટ અમદાવાદની મોમો કાફેમાં તા.16 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી થાઈ ફૂડ ફેસ્ટીવલ યોજાયો છે અને તેમાં લેન્ડ ઓફ સ્માઈલ્સની કેટલીક વાનગીઓનો ખજાનો ખૂલ્લો મૂકવામાં આવ્યો છે

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]