રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ‘હેલ્લારો’ ફિલ્મની ટીમ મળી પીએમ મોદીને…

શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર જીતનાર ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ના દિગ્દર્શક અભિષેક શાહ તથા એમની ટીમના સભ્યોએ 24 ડિસેંબર, મંગળવારે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. વડા પ્રધાન મોદીએ ફિલ્મને એવોર્ડ રૂપે મળેલા સ્વર્ણ (ગોલ્ડન લોટસ) અને રજત કમલ (સિલ્વર લોટસ) નિહાળ્યા હતા.

ફિલ્મને સ્વર્ણ કમલ એનાયત કરવામાં આવ્યો છે જ્યારે ફિલ્મની 13 અભિનેત્રીઓને રજત કમલથી સમ્માનિત કરવામાં આવી છે.