ભાજપની જીતનો વિશ્વાસ; 2000 કિલો લાડુનો ઓર્ડર

0
914
લોકસભા ચૂંટણી-2019 માટેની મતગણતરી 23 મે, ગુરુવારે કરાશે અને એ જ દિવસે પરિણામ જાહેર કરાશે. એક્ઝિટ પોલ્સમાં ભાજપની શાનદાર જીતની આગાહી કરવામાં આવી છે. એનાથી પ્રેરિત થઈને મુંબઈના ઉત્તર-મુંબઈ મતવિસ્તારના ભાજપના ઉમેદવાર ગોપાલ શેટ્ટીએ એક મીઠાઈની દુકાનમાં 1,500-2,000 કિલો બુંદીના લાડુ તથા પેંડા, અન્ય મીઠાઈનો ઓર્ડર આપ્યો છે. એ માટે દુકાનમાં કામદારો વ્યસ્ત થઈ ગયા છે. મીઠાઈની દુકાનના માલિકે કહ્યું કે ઓર્ડર મળવાથી અમે બહુ ખુશ છીએ. અમારા કામદારો પીએમ નરેન્દ્ર મોદીનાં ચહેરાવાળા માસ્ક પહેરીને જ કામ કરી રહ્યાં છે.