નવા ઘરમાં શિફ્ટ થયાં સુષમા સ્વરાજ, ફોટોગ્રાફ્સ…

નવી દિલ્હીઃ ભાજપા દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ પોતાના નવા ઘરમાં શિફ્ટ થઈ ગયા છે. સુષમા સ્વરાજે શનિવારના રોજ સરકારી બંગલો ખાલી કરી દીધો હતો.

સુષમાનુ નવુ ઘર બન્યું છે જંતર મંતર રોડના ધવનદીપ બિલ્ડીંગમાં. સુષમા સ્વરાજ પરિવાર સાથે અહીંયા શિફ્ટ થયા છે. તેમના નવા ઘરના ફોટોગ્રાફ્સ પણ આવ્યા છે. સુષમા સ્વરાજનું આ નવું ઘર અત્યંત આલીશાન છે.

આપને જણાવી દઈએ કે સુષમા સ્વરાજ આ વખતે સ્વાસ્થ્યના કારણોને લઈને લોકસભા ચૂંટણી નહોતા લડ્યા.

આ પહેલાં તેઓ મધ્ય પ્રદેશના વિદિશાથી સાંસદ પણ રહી ચૂક્યાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]