સૂર્યમ ગ્રુપે બે શાળાના નવીનીકરણની જવાબદારી ઉપાડી

0
703

અમદાવાદઃ શહેરના જાણીતા રીયલ એસ્ટેટ જૂથોમાં સ્થાન ધરાવતા સૂર્યમ ગ્રુપે ગ્રામ વિકાસ કાર્યક્રમમાં સહાયરૂપ થવાના એકભાગ તરીકે ગુજરાત રાજ્યના મહેસાણા જીલ્લામાં અગોલ અને મેઢા સરકારી શાળાના નવીનીકરણની જવાબદારી ઉપાડી લેવાની જાહેરાત કરી છે. આ પ્રસંગે મહેસાણા જિલ્લા કલેકટર હસમુખ પટેલ, સૂર્યમ ગ્રુપના ચેરમેન  જી.એમ. પટેલ, સૂર્યમ ગ્રુપના ડિરેકટર્સઆજલ પટેલ, હિતેશ પટેલ કાર્તિક પટેલ, કીર્તન શાહ અને અન્ય મહાનુભવો વિદ્યાર્થીઓના માતાપિતા અને શિક્ષકોની હાજરીમાં શાળાનાં 1000 જેટલાં બાળકોને યુનિફોર્મ, સ્કૂલ બેગ, પાઠ્યપુસ્તકો અને નોટબુકસનુ વિતરણ કરવામાં આવ્યું હતું.