સૂરતમાં એમ્બ્યૂલન્સ વાનમાં બ્લાસ્ટ

સૂરત : સૂરતના મોટા વરાછા વિસ્તારમાં બપોરે મોટા ધડાકા એમ્બ્યૂલન્સના ફૂરચા ઉડી ગયાં હતાં. મહાદેવ ચોક પાસે આેલી એક ખાનગી હોસ્પિટલની ઊભી રહેલી એમ્બ્યૂલન્સ વાનમાં બ્લાસ્ટ થયો હતો.મોટો ધડાકો સાંભળી દોડી આવેલાં લોકોએ એ જાણીને રાહત અનુભવી કે વાનમાં ઓક્સિજન સીલીન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. જેના કારણે એમ્બ્યૂલન્સની આસપાસ ઊભાં રહેલાં પાંચેક લોકો ઇજાગ્રસ્ત થયાં હતાં. જેમાં એક વ્યક્તિની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.અન્ય ચારેક લોકોને પણ નાનીમોટી ઇજા સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]