મનમોહનસિંહે ભાજપનું નાક દબાવ્યું

અમદાવાદઃ દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ આજે અમદાવાદની મુલાકાતે આવ્યાં હતાં પ્રેસ કોન્ફરન્સ કરીને તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યાં હતાં. મનમોહને કેન્દ્ર સરકાર નિષ્ફળ ગઈ હોવાનો દાવો કરતા જણાવ્યું કે નોટબંધીના મુદ્દે લેવામાં આવેલો નિર્ણય રાજકીય નિર્ણય હતો. મનમોહન સિંહે જણાવ્યું કે નોટબંધીના દિવસને બ્લેક ડે તરીકે મનાવવો જોઈએ. તેમણે જણાવ્યું કે કેન્દ્રની ભાજપ સરકાર ઘણાંબધા ખોટા નિર્ણયો લઈને જનતાને મુશ્કેલીમાં મૂકી રહી છે. નોટબંધી અને જીએસટીના કારણે સમગ્ર દેશમાં ટેક્સ ટેરરિઝમ જેવી હાલત થઈ છે. બૂલેટ ટ્રેન વિશે બોલતા મનમોહન સિંહે જણાવ્યું કે બૂલેટ ટ્રેન યોજના માત્ર દેખાડો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]