મુંબઈમાં નાઈટ કર્ફ્યૂનો કડક અમલ…

બ્રિટનમાં કોરોના વાઈરસના નવા સ્ટ્રેને હાહાકાર મચાવ્યો છે તેને ધ્યાનમાં લઈને અને ક્રિસમસ તહેવાર તથા થર્ટી ફર્સ્ટ નાઈટની બેફામપણે ઉજવણીથી મુંબઈ-મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ફરી ન વધે એ માટે મહારાષ્ટ્ર સરકારે સાવચેતીને ખાતર 22 જાન્યુઆરીની મધરાતથી પાંચમી જાન્યુઆરી સુધી મુંબઈ સહિત રાજ્યના તમામ મહાનગરપાલિકા શહેરોમાં રાતનો કર્ફ્યૂ લાગુ કર્યો છે. રાતે 11 વાગ્યાથી બીજા દિવસે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ રહે છે. આ સમયગાળા દરમિયાન પાંચ કે તેથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મૂકાયો છે. સ્વાભાવિક રીતે જ પાર્ટીઓ, મહેફિલો યોજવાનું બંધ છે, દુકાનો અને રેસ્ટોરન્ટ્સ પણ બંધ રહે છે. મુંબઈમાં રાત્રી-કર્ફ્યૂના સમયમાં રસ્તાઓ, સમુદ્ર બીચ કેવા સૂમસામ દેખાય છે તેની સાબિતી આ તસવીરો છે. રસ્તાઓ પર પોલીસનો પણ કડક બંદોબસ્ત રહે છે. આવશ્યક કારણ વગર બહાર નીકળતા લોકોના વાહન જપ્ત કરવામાં આવે છે. આ તસવીરો પરથી કોરોના-લોકડાઉનના શરૂઆતના મહિનાઓની યાદ ફરી તાજી થાય છે. (તસવીરોઃ દીપક ધુરી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]