ગાંધીનગરઃ કોન્સ્યુલેટ પાસપોર્ટ સંદર્ભે કોન્ફરન્સ

0
710

ગાંધીનગરઃ વિદેશ મંત્રાલયના સહયોગથી ગાંધીનગર ખાતે આજે કોન્સ્યુલેટ પાસપોર્ટ અને ડાયસ્પોરા સંદર્ભે સ્ટેટ આઉટરીય કોન્ફરન્સ યોજાઈ હતી. વિદેશ રાજ્યપ્રધાન એમ.જે.અકબરે ગાંધીનગર ખાતે યોજાયેલી સ્ટેટ આઉટરીચ કોન્ફરન્સનું ઉદઘાટન કરતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ વિદેશ મંત્રાલયે વિદેશોમાં વસતા બિનનિવાસી ભારતીયોને દેશવાસીઓ સાથે જોડવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, અમે બે દિલોને જોડવા મજબૂત બ્રીજ બાંધ્યો છે, જેથી રાષ્ટ્રના વિકાસમાં એન.આર.આઇ.ના સહયોગને નવું દિશાદર્શન મળે.