શ્રીદેવીની અંતિમ યાત્રા…

દુબઈમાં ગઈ 24 ફેબ્રુઆરીએ અવસાન પામેલા બોલીવૂડના સદાબહાર અભિનેત્રી શ્રીદેવી કપૂરના 28 ફેબ્રુઆરી, બુધવારે મુંબઈમાં વિલે પાર્લે સ્મશાનભૂમિ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. અંધેરી (વેસ્ટ) સ્થિત સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબ ખાતે શ્રીદેવીના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ નશ્વર દેહને ફૂલોથી સજાવેલી ટ્રકમાં મૂકીને અંતિમ યાત્રા સ્વરૂપે સ્મશાનભૂમિ ખાતે લઈ જવામાં આવ્યો હતો. અંતિમ યાત્રામાં પ્રચંડ માનવમહેરામણ જોડાયો હતો. ફૂલોથી સજાવેલી ટ્રકમાં શ્રીદેવીના પતિ બોની કપૂર, બે દેર અનિલ અને સંજય કપૂર તથા બોનીના પુત્ર અર્જૂન કપૂર ઉપસ્થિત હતા. (તસવીરોઃ દીપક ધુરી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]