એમ્બી પરમેશ્વરનના નવા પુસ્તકનું વિમોચન

એડમેનમાંથી લેખક બનેલા એમ્બી પરમેશ્વરનના નેતૃત્વના પાઠ ભણાવતા નવા પુસ્તકનું અમદાવાદ એએમએ ખાતે વિમોચન કરવામાં આવ્યું. આ પુસ્તકનું નામ ‘SPONGE- Leadership Lessons I Learnt From My Clients’ રાખવામાં આવ્યું છે.

આ પુસ્તકમાં લેખકે તેમના વિજ્ઞાપન ક્ષેત્રના કાર્યકાળમાં  જે પ્રેરણાદાયી લોકોને મળ્યાં છે તેમનું તથા તેમના અનુભવોને રજૂ કર્યા છે.

એમ્બીએ તેમના પુસ્તકમાં રતન તાતા, અઝીમ પ્રેમજી, ડો. વી. કુરિયન જેવા અત્યંત ખ્યાતનામ બિઝનેસ લીડર્સ સાથેના પ્રેરણાદાયક પરામર્શની રજૂઆત કરી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]