સોમનાથઃ આજે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવનો તિથી પ્રમાણેનો 68મો સ્થાપના દિન છે. સોમનાથ એ માત્ર ગુજરાતનું જ નહીં, ભારતવર્ષનું ગૌરવ છે. ૧૨ જ્યોતિર્લિંગોમાંનું મોખરાનું સ્થાન ધરાવતા સોમનાથની પુન:પ્રતિષ્ઠા ૧૧મી મે ૧૯૫૧ના રોજ થઈ હતી. સરદાર પટેલના અથાગ પ્રયત્નોથી આજે આપણે સૌ સોમનાથની ભવ્યતાને જોવા માટે ધન્ય બન્યા છીએ. મંદિરના સ્થાપના દિવસને લઈને આજે મહાપૂજા, ભોળાનાથ મહાદેવની વિશેષ આરતી, ધ્વજપૂજા, હોમાત્મક લઘુરૂદ્દ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.