નિર્મલા સીતારામન બલબીર પોસ્ટની મુલાકાતે…

સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન 2 સપ્ટેંબર, રવિવારે જમ્મુ અને કશ્મીરમાં બલબીર ફોરવર્ડ પોસ્ટ ખાતે ગયાં હતાં અને ત્યાં પહેરો ભરતા સૈનિકો સાથે વાતચીત કરી હતી. બલબીર પોસ્ટની મુલાકાત લેનાર સીતારામન ભારતના પહેલાં જ સંરક્ષણ પ્રધાન છે. એમની સાથે લશ્કરી વડા જનરલ બિપીન રાવત પણ હતા. બલબીર પોસ્ટ કેરાન સેક્ટરમાં આવેલું. આ પોસ્ટ પરના જવાનોએ ઘૂસણખોરો સામે અનેક વાર પગલાં લીધાં છે.