આદિત્યએ સોનિયા ગાંધી, મનમોહન સિંહને આપ્યું આમંત્રણ…

શિવસેનાનાં વિધાનસભ્ય આદિત્ય ઠાકરે 27 નવેંબર, બુધવારે નવી દિલ્હી ગયા હતા અને કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધી તથા ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને એમના નિવાસસ્થાને જઈને મળ્યા હતા અને 28 નવેંબર, ગુરુવારે મુંબઈમાં શિવાજી પાર્ક મેદાન ખાતે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મહાવિકાસ આઘાડીની સરકારના શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ આપ્યું હતું. ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે. કોંગ્રેસ પાર્ટી પણ મહાવિકાસ આઘાડીની એક સભ્ય છે. અન્ય પક્ષ છે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી. આમ, આ ત્રણેય પક્ષ સરકારમાં સહિયારા ભાગીદાર છે. આદિત્યની સાથે શિવસેનાનાં સચિવ મિલિંદ નાર્વેકર પણ હતા.