સ્મૃતિ ઈરાની સેલ્ફી સાથે સંપર્ક

અમદાવાદ-કેન્દ્રીય કાપડપ્રધાન સ્મૃતિ ઈરાની આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે અમદાવાદ આવ્યાં હતાં. સ્મૃતિ ઈરાનીએ અમદાવાદના વેજલપુર- જોધપુર વોર્ડમાં ગુજરાત ગૌરવ સંપર્ક યાત્રામાં ભાગ લીધો હતો.ઇરાની ઘેરઘેર મતદારોને મળી ભાજપને વોટ આપવા મનાવી રહ્યાં હતાં ત્યારે અમદાવાદીઓએ પણ મોકો ઝડપી મશહૂર ટીવી અભિનેત્રી સાથે સેલ્ફી ખેંચી લીધી હતી. સ્મૃતિએ લોકસંપર્ક ઉપરાંત મીડિયા સેન્ટરમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી, અને વુમન એમ્પાવરમેન્ટ અંગે વાત કરી હતી. મહિલાઓના વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટેના સાહિત્યનું પણ વિમોચન કર્યુ હતું. અત્યારના સમયમાં દરેક ક્ષેત્રે મહિલાઓની પ્રગતિ ભાજપ ઝંખી રહ્યું છે, એમ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. (તસ્વીર-પ્રજ્ઞેશ વ્યાસ)