માતા વૈષ્ણોદેવી મંદિર સ્થળે પહેલી હિમવર્ષા…

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના જમ્મુ પ્રાંતના કટરામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ માતા વૈષ્ણોદેવી મંદિર વિસ્તારમાં 27 ડિસેમ્બર, રવિવારે સાંજે લગભગ 5.30 વાગ્યાથી આ મોસમની પહેલી હિમવર્ષા થઈ હતી. મંદિર ભવન પર તેમજ ત્રિકુટ પર્વતમાળા પર હિમવર્ષા થઈ હતી. પરંતુ એને કારણે દર્શનાર્થીઓ-ભક્તોની અવરજવર પર કોઈ અવરોધ ઊભો થયો નહોતો. વૈષ્ણોદેવી મંદિર પરિસરમાં તેમજ જમ્મુ સહિત અનેક ઠેકાણે વરસાદ પણ તૂટી પડ્યો હતો. હિમવર્ષા લગભગ અડધો કલાક સુધી ચાલુ રહી હતી. એને કારણે પર્યટકો, શ્રદ્ધાળુઓના આનંદમાં ઉમેરો થઈ ગયો હતો. ત્રિકુટ પર્વત પર આવેલું આ મંદિર કોરોના વાઈરસના રોગચાળો ફેલાવાને કારણે 7 મહિના બાદ ગઈ 15 ઓક્ટોબરથી ફરી ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]