સરદારના ઘર પર રોશનીનો ઝગમગાટ…

આણંદઃ આજે સરદાર પટેલની 143 જન્મ જયંતિ છે ત્યારે સરદાર પટેલના જન્મ સ્થળ કરમસદ ખાતે આવેલા સરદારના ઘરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. સરદાર પટેલ ભારતના લોખંડી પુરુષ હતા. તેમણે ભારત અને ભારતના નાગરીકો માટે જે સમર્પણ કર્યું હતું તેની સુવાસ આજે પણ વિશ્વભરમાં ફેલાયેલી છે. અને આજે પણ સરદાર પટેલ લોકોના હ્યદયમાં વિદ્યમાન છે.

સરદાર વલ્લભભાઈ પટેલનું કરમસદ ખાતેનું આ ઘર જન્મજયંતિની આગલી રાત્રો રોશનીથી ઝળહળાં થઈ રહ્યું હતું જેને લઇને કરસમદવાસીઓમાં નવું નજરાણું જોવા મળતાં સ્થાનિકોએ સરદાર પટેલના આગવા સંસ્મરણો વાગોળવાની તક મળી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]