‘હમ આપકે હૈં કૌન’નાં 25 વર્ષની પાર્ટીમાં સલમાન, માધુરી…

1994માં રિલીઝ થયેલી અને સુપરહિટ નિવડેલી હિન્દી ફિલ્મ 'હમ આપકે હૈં કૌન'ને 25 વર્ષ પૂરાં થયાં એની ઉજવણી નિમિત્તે ફિલ્મનાં નિર્માતા સુરજ બડજાત્યાએ 9 ઓગસ્ટ, શુક્રવારે મુંબઈમાં લિબર્ટી સિનેમા ખાતે ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. એમાં ફિલ્મનાં મુખ્ય કલાકારો - સલમાન ખાન અને માધુરી દીક્ષિત તેમજ મોહનીશ બહલ, રેણુકા શહાણે અને એનાં પતિ આશુતોષ રાણા, સતિષ શાહ તથા અન્ય કલાકારોએ હાજરી આપી હતી. સલમાન અને માધુરીએ સ્ટેજ પર ઠુમકા લગાવીને એ ફિલ્મનાં 'પહલા પહલા પ્યાર હૈ' ગીતની યાદને ફરી તાજી કરી હતી. એ દિવસે આ ફિલ્મનો સ્પેશિયલ શો પણ રજૂ કરવામાં આવ્યો હતો.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]