આદિત્ય ઠાકરેએ ચૂંટણી ઉમેદવારી નોંધાવી…

શિવસેનાની યુવા સેનાનાં પ્રમુખ આદિત્ય ઠાકરેએ આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મુંબઈના વરલી મતવિસ્તારમાંથી ચૂંટણી લડવા માટે 3 ઓક્ટોબર, ગુરુવારે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. રિટર્નિંગ ઓફિસરની કચેરીએ જઈને એમણે ઉમેદવારી નોંધાવી ત્યારે એમની સાથે એમના પિતા અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને એમના માતા રશ્મી ઠાકરે ઉપસ્થિત રહ્યા હતા. ઠાકરે પરિવારમાંથી ચૂંટણી લડનાર આદિત્ય પહેલા જ સભ્ય છે. મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરે મતદાન છે અને 24મીએ પરિણામ જાહેર કરાશે.


આદિત્યએ ઉમેદવારીપત્રની સાથેના સોગંદનામામાં જાહેર કર્યું છે કે એમની પાસે રૂ. 16 કરોડની કિંમતની સંપત્તિ છે.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]