ઉર્મિલા માતોંડકર રાજકારણમાં; કોંગ્રેસમાં જોડાઈ…

0
477
બોલીવૂડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે રાજકારણમાં એન્ટ્રી કરી છે અને તે 27 માર્ચ, બુધવારે નવી દિલ્હીમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની હાજરીમાં પાર્ટીમાં સામેલ થઈ હતી. રાહુલ ગાંધીએ ઉર્મિલાનું સ્વાગત કર્યું હતું. એ પ્રસંગે પક્ષનાં બે પ્રવક્તા - પ્રિયંકા ચતુર્વેદી અને રણદીપ સુરજેવાલા તેમજ મુંબઈ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ મિલિંદ દેવરા પણ ઉપસ્થિત હતાં.