મુંબઈમાં લોન્ચ થઈ રેન્જ રોવર ‘ઈવોક’ કન્વર્ટિબલ…

ટાટા ગ્રુપ હસ્તકની જગુઆર લેન્ડ રોવર (JLR) ઈન્ડિયા કંપનીએ તેની સૌથી લોકપ્રિય SUV રેન્જ રોવર ‘ઈવોક’નાં કન્વર્ટિબલ વર્ઝનની કાર 27 માર્ચ, મંગળવારે મુંબઈમાં લોન્ચ કરી હતી. આ કારની કિંમત એક્સ-શોરૂમ રૂ. 69.53 લાખ છે. આ કાર સ્ટાન્ડર્ડ ઈવોક એચએસઈ ડાયનામિક વર્ઝન કરતાં 9.54 લાખ રૂપિયા મોંઘી છે. નવી કારમાં ફરક એ છે કે તેની છત (રૂફ) ખોલી અને બંધ કરી શકાય છે. જ્યારે રેગ્યૂલર મોડેલની કારની છત ખોલ-બંધ કરી શકાતી નથી. કંપનીનો દાવો છે કે નવી મોડેલની કાર માત્ર 8.1 સેકંડમાં 0-100 કિ.મી. પ્રતિ કલાકની સ્પીડ પકડે છે અને એની ટોપ સ્પીડ 217 કિ.મી. પ્રતિ કલાક છે. કારમાં સરાઉન્ડ કેમેરા સિસ્ટમ છે જેથી કારમાંથી 360 ડિગ્રીનું દ્રશ્ય જોઈ શકાય છે. કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર રોહિત સુરીએ કહ્યું કે ભારતમાં આ પહેલી લક્ઝરી એસયૂવી કન્વર્ટિબલને પ્રસ્તુત કરતાં અમે રોમાંચનો અનુભવ કરીએ છીએ. આ અમારા લેન્ડ રોવર પરિવારમાં એક વધુ વિસ્તરણ છે.

જગુઆર લેન્ડ રોવર (JLR) ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર રોહિત સુરી

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]