રાષ્ટ્રપતિ કોવિંદ ગુજરાતની મુલાકાતે…

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાત માટે 21 જાન્યુઆરી, રવિવારે અમદાવાદ વિમાની મથક ખાતે આવી પહોંચ્યા હતા. રાજ્યપાલ ઓ.પી. કોહલી તથા મુખ્ય પ્રધાનન વિજય રૂપાણીએ કોવિંદનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિની સાથે એમના પત્ની પણ આ પ્રવાસમાં આવ્યા છે. કોવિંદ ભારતીય હવાઈ દળના ખાસ વિમાનમાં આવી પહોંચ્યા ત્યારે વિમાની મથકે ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન અને પ્રોટોકોલ પ્રધાન પ્રદિપસિંહ જાડેજા તથા અમદાવાદના મેયર ગૌતમભાઇ શાહે પણ એમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર મુખ્ય સચિવ ડૉ. જે.એન. સિંઘ, પ્રોટોકોલ સચિવ એલ. ચુઆંગો, રાજ્યના પોલીસ વડા પ્રમોદકુમાર ઝા, જિલ્લા કલેક્ટર શ્રીમતી અવંતિકાસિંઘ, શહેર પોલીસ કમિશનર એ.કે. સિંઘ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાત માટે 21 જાન્યુઆરી, રવિવારે અમદાવાદ વિમાની મથક ખાતે આવી પહોંચ્યા હતા. રાજ્યપાલ ઓ.પી. કોહલી તથા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુલાબનું ફૂલ આપીને કોવિંદનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિની સાથે એમના પત્ની પણ આ પ્રવાસમાં આવ્યા છે. કોવિંદ ભારતીય હવાઈ દળના ખાસ વિમાનમાં આવી પહોંચ્યા ત્યારે વિમાની મથકે ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન અને પ્રોટોકોલ પ્રધાન પ્રદિપસિંહ જાડેજા તથા અમદાવાદના મેયર ગૌતમભાઇ શાહે પણ એમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર મુખ્ય સચિવ ડૉ. જે.એન. સિંઘ, પ્રોટોકોલ સચિવ એલ. ચુઆંગો, રાજ્યના પોલીસ વડા પ્રમોદકુમાર ઝા, જિલ્લા કલેક્ટર શ્રીમતી અવંતિકાસિંઘ, શહેર પોલીસ કમિશનર એ.કે. સિંઘ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.