વરસાદે ખેલૈયાઓની મજા બગાડી…..

અમદાવાદઃ શહેરમાં ગઈકાલે સાંજે ભારે પવન સાથે વરસાદ વરસ્યો. નવરાત્રીના દ્વિતીય દિવસે વરસાદ આવ્યો તેના કારણે ખેલૈયાઓની મઝા તો બગડી જ પરંતુ સાથે જ અમદાવાદમાં આવેલા પાર્ટીપ્લોટ્સમાં પણ ઘણું નુકસાન થયું છે. પાર્ટીપ્લોટમાં તૈયાર કરવામાં આવેલા સ્ટેજ, સ્ટોલ, બેનરો, સહિત બધું જ ભારે પવનના કારણે વિખેરાઈ ગયું હતું. જો કે આજે વાતાવરણ સારું હોવાના કારણે ખેલૈયાઓ અને પાર્ટીપ્લોટમાં ગરબાનું આયોજન કરતા ઓર્ગેનાઈઝરોને થોડીક રાહત મળી છે અને આશા જાગી છે કે બાકી રહેલા 7 દિવસ દરમિયાન વરસાદનું વિઘ્ન નહી નડે.  

(તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]