મુંબઈમાં રેલ-રોકો આંદોલન; મધ્ય રેલવે ઠપ…

ભારતીય રેલવેમાં ભરતી થવા માટેની પરીક્ષામાં પાસ થઈ ગયેલા અને હવે ખાલી પડેલી જગ્યાઓ પર નોકરીએ રાખવાની માગણી કરતા તેમજ રેલવેમાં ભરતી માટે રાખવામાં આવેલી 20 ટકા અનામતની પ્રથાને કાયમને માટે રદ કરવાની માગણી પર જોર લગાવવા માટે 500 જેટલા અપ્રેન્ટિસ યુવક-વિદ્યાર્થીઓએ 20 માર્ચ, મંગળવારે સવારે લગભગ 6.30 વાગ્યાથી મુંબઈમાં મધ્ય રેલવે વિભાગ પરના દાદર અને માટુંગા સ્ટેશનો વચ્ચે રેલ-રોકો આંદોલન કર્યું છે. એમણે દાદર અને માટુંગા સ્ટેશનો વચ્ચે રેલ-રોકો આંદોલન કર્યું છે. વિદ્યાર્થીઓએ પાટા પર બેસી જઈને ટ્રેનો અટકાવી હતી. આને કારણે મધ્ય રેલવે વિભાગ પર ટ્રેન સેવા સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. પોલીસો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને વિદ્યાર્થીઓને પાટા પરથી હટાવવા માટે લાઠીમાર કર્યો હતો.