રાહુલના ‘રાજ્યાભિષેક’ની તૈયારી

કોંગ્રેસ પાર્ટીના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ પાર્ટીના પ્રમુખ પદ માટે ઉમેદવારી પત્ર દાખલ કર્યું હતું. આ પહેલાં રાહુલ ગાંધીએ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. રાહુલ ગાંધીએ પૂર્વ પીએમ મનમોહન સિંહ અને પૂર્વ પ્રેસિડેન્ટ પ્રણવ મુખરજી સાથે પણ મુલાકાત કરી હતી. પ્રણવ મુખરજીએ રાહુલ ગાંધીને તિલક લગાવી શુભેચ્છા આપી હતી.