અયોધ્યા-ફૈઝાબાદમાં ભવ્ય રહ્યો પ્રિયંકા ગાંધીનો રોડ-શો…

કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રા લોકસભા ચૂંટણીમાં પ્રચાર માટે 29 માર્ચ, શુક્રવારે ઉત્તર પ્રદેશના યાત્રાધામ અયોધ્યા પહોંચ્યાં હતાં. એમણે હનુમાનગઢી મંદિરમાં રાજા હનુમાનનાં દર્શન પણ કર્યાં હતાં. રોડ-શો દરમિયાન પ્રિયંકાની કાર ટ્વિન-સિટી ફૈઝાબાદમાંથી પણ પસાર થઈ હતી. રસ્તાઓ પર કોંગ્રેસ કાર્યકર્તાઓ અને સમર્થકો મોટી સંખ્યામાં ઉમટ્યાં હતાં. પ્રિયંકાએ હાથ હલાવીને સૌનું અભિવાદન કર્યું હતું. રોડ-શો પર જતાં પૂર્વે પ્રિયંકા કોંગ્રેસનાં મહિલા કાર્યકર્તાઓ તથા સમર્થકોને પણ મળ્યાં હતાં. પત્રકારો સાથેની વાતચીતમાં પ્રિયંકાએ કહ્યું કે પોતે અયોધ્યામાં વિવાદાસ્પદ રામ મંદિરમાં રામલલાનાં દર્શન કરવા નહીં જાય, કારણ કે આ મામલો હાલ અદાલતમાં છે.
































[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]