‘મારાકેચ ફિલ્મોત્સવ’માં પ્રિયંકા ચોપરાનું સમ્માન કરાયું…

મોરોક્કોના મારાકેચ શહેરમાં 5 ડિસેંબર, ગુરુવારે યોજાઈ ગયેલા 18મા મારાકેચ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાને વિશેષ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ફિલ્મક્ષેત્રે આપેલા પ્રદાન બદલ એને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. એવોર્ડ પ્રસંગે પ્રિયંકા ભારતીય લુકમાં સજ્જ થઈને ગઈ હતી. એણે જાણીતા ફેશન ડિઝાઈનરો અબુ જાની અને સંદીપ ખોસલા દ્વારા નિર્મિત ગોલ્ડન-સિલ્વર રંગની સાડી પહેરી હતી. તેમાં એ બહુ સુંદર લાગતી હતી.


એવોર્ડ સ્વીકાર્યા બાદ એણે કહ્યું હતું કે આ એવોર્ડ મળ્યો એને હું મારું ગૌરવ સમજું છું.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]