પ્રિયંકા ન્યુ યોર્કમાં મળી કિમ કાર્દશિયાંને…

બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા ન્યુ યોર્કમાં ટિફેની બ્લુ બુક કલેક્શન પાર્ટીમાં ઉપસ્થિત રહી હતી. એણે ફેશન ડિઝાઈનર જ્યોર્જિયો અરમાની દ્વારા નિર્મિત પોશાક – સિલ્વર લૉ કટ અને લૉ બેક ડ્રેસ (સાથે સાથળ ઉંચાં સ્લિટ) પહેર્યો હતો. ત્યાં એની મુલાકાત અમેરિકાની રિયાલિટી ટેલિવિઝન કલાકાર, સોશિયલાઈટ, ઉદ્યોગસાહસી કિમ કાર્દશિયાં વેસ્ટ સાથે થઈ હતી. કિમે રિક ઓવેન્સ દ્વારા નિર્મિત વ્હાઈટ કટ-આઉટ ગાઉન પહેર્યો હતો, જે સ્લીવલેસ ટોપ અને ફ્લોર-લેંગ્થ સ્કર્ટ સાથે હતો. બંનેએ ટીફેની એન્ડ કંપનીની જ્વેલરી પહેરી હતી. પ્રિયંકાએ એની સગાઈની ડાયમંડ વીંટી પણ બતાવી હતી, જેની કિંમત રૂ. 2.1 કરોડ છે. પ્રિયંકાએ અમેરિકન ગાયક નિક જોનાસ સાથે સગાઈ કરી છે.