પ્રિયંકા-નિક પરણી ગયાં; ઉમેદ ભવનમાં આતશબાજી…

બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને એનો અમેરિકન સિંગર પ્રેમી નિક જોનાસ લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં છે. બંનેએ 1 ડિસેમ્બર, શનિવારે જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં વૈભવી ધામધૂમથી અને ખ્રિસ્તી રિવાજો અનુસાર લગ્ન કર્યા હતા. નિક જોનાસના પિતા પૌલ કેવિન જોનાસ પાદરી છે અને એમણે જ નિક અને પ્રિયંકાનાં લગ્ન કરાવ્યા હતા. પ્રિયંકા અને નિક હવે 2 ડિસેમ્બરે હિન્દુ વિધિથી પણ લગ્ન કરશે. શનિવારે એમનાં લગ્ન સંપન્ન થઈ ગયા બાદ ઉમેદ ભવન પેલેસની ઉપરના આકાશમાં ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. પ્રિયંકા-નિકની મહેંદી વિધિની તસવીરો પ્રિયંકાએ એનાં સોશિયલ મિડિયા એકાઉન્ટ પર રિલીઝ કરી છે. લગ્ન પ્રસંગ નિમિત્તે ઉમેદ ભવન મહેલને ભવ્ય રીતે શણગારવામાં આવ્યો હતો.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]