પ્રિન્સ આગાખાન સીએમ અને રાજ્યપાલને મળ્યાં

પ્રિન્સ આગાખાન ગુરુવારે ગુજરાત આવ્યાં હતાં. પ્રિન્સ આગાખાન ગાંધીનગરમાં રાજ્યપાલ ઓ પી કોહલી અને મુખ્યપ્રધાન વિજય રુપાણી સાથે મુલાકાત કરી હતી. અાગાખાન ડેવલપમેન્ટ નેટવર્ક અને ફાઉન્ડેશન ગુજરાતમાં આદિજાતિ વિસ્તારોમાં લિફ્ટ ઇરીગેશન, પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન કુંજ પ્રોજેક્ટ. કુપોષણ મુક્તિ તેમજ સિદ્ધપુરની કેન્સર હોસ્પિટલમાં કેન્સરના રોગની તજજ્ઞ સારવાર રિસર્ચના ક્ષેત્રોમાં સરકાર સાથે સહયોગ કરશે. પ્રિન્સ આગાખાને મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે કરેલી બેઠકમાં આ અંગે તતપરતા વ્યક્ત કરી હતી. મુખ્યપ્રધાન કાર્યાલય આ અંગેનું સંકલન કરશે. પ્રિન્સ આગાખાન ગુજરાતની મુલાકાતે છે તે દરમ્યાન ગાંધીનગરમાં આ શુભેચ્છા બેઠક યોજાઈ હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]