‘પરાક્રમ પર્વ’નું પીએમ મોદી દ્વારા ઉદઘાટન…

0
1005
પાકિસ્તાને પચાવી પાડેલા કશ્મીરમાં ભારતીય સૈન્યએ 2016માં કરેલા સર્જિકલ હુમલાઓના બીજા વાર્ષિક દિન નિમિત્તે 28 સપ્ટેંબર, શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જોધપુરમાં ‘પરાક્રમ પર્વ’ એક્ઝિબિશનનું ઉદઘાટન કર્યું હતું અને ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું. કાર્યક્રમમાં સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન અને રાજસ્થાનનાં મુખ્ય પ્રધાન વસુંધરા રાજે, તેમજ સેનાની ત્રણેય પાંખના વડાઓ પણ ઉપસ્થિત હતાં.